TOP

For briefing Mother VISHVAMBHARI, really entire intellectuality of this world, words of all the languages on this earth and collective emotions of all lives of this world are not enough to brief the Mother VISHVAMBHARI. Even though, one can’t resist singing the laurels of form, quality and deeds of Mother VISHVAMBHARI.

Mother VISHVAMBHARI is the creator of this endless Universe and entire world. Mother created Brahma, Vishnu and Mahesh (three Lords) and she is also the creator of minutest lifes to the gigantic animals; small mote to skyward ranges of Himalayas; small drop of water to seven seas; skies covering little cloud to stars, planets and nebulas. The creation, breeding and destruction of all of them happen with a blink of her eye. By arranging mysterious play of evolution, she has created special niche for humans and given the super most position to human beings in this world. So that he/she can attain the self-emancipation by singing lyrics of her extra-terrestrial power. Mother VISHVAMBHARI is the mother of all Gods and Goddesses. She is omnipresent, almighty and omniscient.

Mother’s existence was always there, even there were no before the presence of Sun and Moon, no gods and demons, no Saints-sages and friars, this world or any other creations. She is present today and will exist even after destruction of the world.

Mother created whole three layers like (1) Upper most Layer:- sky including celestial objects (2) Middle Layer: earth and (3) Lower most:- abyss. For proper managing of the world, she created Brahma, Vishnu and Mahesh (three Lords) on the most auspicious day of Akshaya Tritya (Akhatrij). She created all those lives who are swimming in water (aquatic), roaming on land (terrestrial) and flying in sky (spatial). She entrusted responsibility of their creation to Brahma, their breeding and nourishment to Vishnu and their salvation to Mahesh. Since then, they are controlling this huge system as per the wish and order of Mother. It’s quite natural that the supreme power that created universe is known as MOTHER!!

માઁ વિશ્વંભરીનો પરિચય આપવામાં ખરેખર તો પૃથ્વી પરનું સકળ જ્ઞાન, તમામ ભાષાઓના બધા જ શબ્દો તથા જીવમાત્રનો એકત્રિત ભાવ પણ ઓછાં પડે. પરંતુ એ છતાં માઁનાં પરમ દિવ્ય રૂપ-ગુણ-કર્મનું માહાત્મ્ય ગાયા વગર જીવ રહી શકતો નથી.

માઁ વિશ્વંભરી અનંત બ્રહ્માંડનાં રચયિતાં અને સમગ્ર સૃષ્ટિનાં સર્જનહાર છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશને ઉત્પન્ન કરનારા માઁએ જ સુક્ષ્માતિસુક્ષ્મ જીવોથી માંડીને મહાકાય પશુઓની, રજકણથી માંડીને હિમાલય સમ વિરાટ પર્વતમાળાઓની, જળના એક ટીપાથી માંડીને સાતેય મહાસાગરની, નાનકડા વાદળથી માંડીને તારા-ગ્રહો-નિહારિકાઓને સમાવતા આકાશની રચના કરી છે. આ સર્વનું સર્જન, સંવર્ધન અને સંહાર માઁની આંખના એક પલકારાના ઈશારે થાય છે. ઉત્ક્રાંતિની અકળ લીલા ગોઠવી એમણે જ માણસને સૃષ્ટિમાં વિશિષ્ટ સ્થાને મૂક્યો છે, જેથી એ આ પારલૌકિક પરાશક્તિનાં ગુણગાન ગાતાં ગાતાં આત્મોદ્ધાર સાધી શકે. માઁ વિશ્વંભરી એ તમામ દેવી દેવતાઓના પણ માઁ છે. માઁ સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વસત્તાધીશ છે.

આ સૃષ્ટિ પર જયારે નહોતા સૂર્ય અને ચન્દ્ર કે નહોતા દેવો અને દાનવો કે નહોતા ઋષિ-મુનિ અને તપસ્વીઓ અરે આ કે અન્ય કોઈ સૃષ્ટિ જ નહોતી ત્યારે પણ માઁ વિશ્વંભરી તો હતાં જ, આજે પણ છે તથા સકળ સૃષ્ટિનો સંપૂર્ણ વિનાશ થશે એ પછી પણ હશે જ.

કોઈ વિરલ સર્જનસભર ક્ષણે માઁએ આકાશ-પૃથ્વી-પાતાળ, એમ ત્રણે લોકની સૃષ્ટિની રચના કરી. એના સુચારુ, સંચાલન માટે એમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઉત્પન્ન કર્યા. એ પરમ પવિત્ર દિન હતો અક્ષયતૃતીય (અખાત્રીજ). માઁએ જ પાણીમાં રહેનારા (જળચર), જમીન પર ફરનારા (ભૂચર) અને આકાશમાં ઉડનારા (ખેચર) જીવો ઉત્પન્ન કરી એમનાં સર્જનની જવાબદારી બ્રહ્માને, સંવર્ધન -પોષણની જવાબદારી વિષ્ણુને અને સંહારની જવાબદારી મહેશને સોપી દીધી. ત્યારથી તેઓ આ વિરાટ ચક્રનું સંચાલન માઁની ઈચ્છા અને આજ્ઞા અનુસાર કરી રહ્યા છે. જે પરમ શક્તિએ આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું એ માઁ તરીકે ઓળખાય એ કેટલું સ્વાભાવિક છે!

માઁને આપણે વિશ્વવિધાતા, જગતજનની, પરમેશ્વરી, રાજરાજેશ્વરી, પરાશક્તિ, મહાશક્તિ, આદિશક્તિ જેવાં અગણિત નામોથી ઓળખીએ-સંબોધીએ છીએ

माँ विश्वंभरी का परिचय देने में वास्तव में तो पृथ्वी पर का सम्पूर्ण ज्ञान, सारी भाषाओं के शब्द भण्डार और जीवमात्र का एकत्रित भाव भी कम पड़ेगा। परंतु ऐसा होने पर भी माँ के परम दिव्य रूप-गुण-कर्म की महिमा गाये बिना मन रह नहीं सकता।

माँ विश्वंभरी अनंत ब्रह्मांड की रचयित्री एवं समग्र सृष्टि की सर्जनहार है। ब्रह्मा –विष्णु- महेश को उत्पन्न करनेवाली माँ है। जिन्हों ने ही सूक्ष्मातिसूक्ष्म जीवों से लेकर महाकाय पशुओं की, छोटे कण से लेकर हिमालय-सम विराट पर्वतमालाओं की, जल की एक बूंद से लेकर सात महासागर की, छोटे बादलोंसे लेकर असंख्य तारें - ग्रह - निहारिका को समानेवाले आकाश की रचना की है। इन सभी का सर्जन, संवर्धन और संहार माँ की आँख के एक इशारे पर होता है। उत्क्रांति की अकल्पनीय लीला रचाकर उनहोने ही मनुष्यको सृष्टि में विशिष्ट स्थान पर स्थापित किया है जिस से वह इस पारलौकिक पराशक्ति का गुणगान गाते गाते आत्मोद्धार प्राप्त कर सके। माँ विश्वंभरी समस्त देवी देवताओं की माँ हैं। माँ सर्वव्यापी सर्वशक्तिमान, सर्वज्ञ और सर्व सत्ताधीश है।

इस सृष्टि पर जब न तो सूर्य-चन्द्र थे न ही देव और दानव, न थे ऋषि-मुनि और तपस्वी, अरे ! यहाँ तक कि अन्य कोई सृष्टि ही नहीं थी, तब भी माँ विश्वंभरी तो विद्यमान थी ही। आज भी है और संपूर्ण सृष्टि का विनाश होने पर भी रहेंगी ही।

किसी विरल सृजनशील क्षण में माँ ने आकाश -पृथ्वी -पाताल इस प्रकार तीन लोक की सृष्टि की रचना की। इसके सुचारु संचालन हेतु माँ ने ब्रह्मा, विष्णु और महेश को उत्पन्न किया। वह परम पवित्र दिन था अक्षयतृतीया। माँ ने ही पानी में रहने वाले (जलचर), जमीन पर विचरण करने वाले (भूचर) एवं आकाश में उड़ने वाले (खेचर) जीव उत्पन्न कर उनके सर्जन की जिम्मेदारी ब्रह्मा को, संवर्धन-पोषण की जिम्मेदारी विष्णु को और संहार की जिम्मेदारी महेश को सौंप दी। तब से वे इस विराट चक्र का संचालन माँ की इच्छा एवं आज्ञानुसार कर रहें है। जिस परम शक्ति ने इस समग्र सृष्टि का निर्माण किया वो माँ के रूप में जानी जाती है यह कितना स्वाभाविक है !

माँ को हम विश्वविधाता, जगतजननी, राजराजेश्वरी, पराशक्ति, महाशक्ति, आद्यशक्ति जेसे अनगिनत नामो से पहचानते-पुकारते है।