TOP

|| An Ethereal Appearance - Unique Incidence ||

Main Aims of the Dham:

  • To spread Mother's message, Vedic Ideology, original devotion and to show the path of salvation to humans living in every corners of this world is the main purpose of this Dham. Educate the people to come out from superstition and become faithful by making their homes as temple. With temple in their homes, negative energies are removed, positive energies are established; Hence malady - illness - difficulties are destroyed from their lives and it makes their body, mind, conscience and soul peaceful. Everybody experience heavenly environment in their homes is the integral part of main purpose.
  • By teaching to follow Vedic way of living life, this dham desires to make excellent peoples from ordinary ones. By this, best culture will be imbibed in families and again the Vedic way of life will evolves.
  • From this Tirth Yatra Dham people shall learn to develop true understanding, come out from personnel worshipping, start worshipping Shakti and follow the path of truth.
  • People get real understanding to come out of idleness, laziness and become industrious so that wealth of their good deeds increases, they will take new birth in higher class and in this way their poverty will decreases.
  • Humans start performing their duties ethically so that surrounding society, city, district, State, Nation and whole world become free of evil elements. This will strengthen spirit of “whole world is one family”, entire world behaves like one family so that rule of peace is established. This dham will becomes driving force for this spirit.
  • Like a lighthouse, this TirthYatra Dham shows a path of truth to the entire world without any discrimination of community, religion or sect. This way, they can easily swim across sea of life.

Main Objectives of the Dham:

Mahapatra asked mother VISHVAMBHARI during their divine dialogue, ‘how one can get Salvation? What should be done to get salvation?’ Mother replied, ‘humans have to free themselves from each bondage of indebtedness. ’Mahapatra immediately asked, ‘Hey mother, please tell me from whose bondage everyone should liberate themselves?’ Mother explained in detail and said, ‘everybody have to liberate themselves from the debt of Mother-Father, Kul Devi (Clan goddess), Gau Mata (Gau - cow, Mata - mother), Vedic Culture and Nature. Those who liberate themselves from the indebtedness of these 5 elements can only attain Salvation.

(1) Parents

Vedic culture is committed to the belief of ‘Matru devo bhav, Pitru devo bhav’ (mother is God, father is God). It means Mother-Father shall receive proper respect and honour same like God. Hence it should be the elementary duty of ideal children. Parents raise their children with facing many difficulties. They imbibe good sacraments in them, educate them and make them capable of standing upright in this world. But today children are forgetting their main duty. There is profound distress in family and hatred towards parents is increasing day by day. As a result their liberation from the bond of indebtedness (of mother-father) remains incomplete and they have to take many births to compete liberation from this bondage to attain Salvation. Once children restore the honour and respect towards their parents, then only they will liberate themselves from the shackles of indebtedness (and attain Salvation).

(2) Kuldevi (Goddess of clan / family)

Kuldevi means goddess of a clan, family. Every family has a kuldevi based on the clan they belong to. Kuldevi remains with every one of the family from birth to death. Kuldevi gives them everything as per their deeds only. Today, place of Kuldevi has mostly gone outside the Village. Belief in Kuldevi has remained limited to some auspicious occasion only. Hence it is necessary to have Kuldevi properly installed in one's family and then only one can redeem them self from indebtedness of Kuldevi.

(3) Gaay Mata (Gaay - cow, Mata - mother)

Cow is pride of Indian culture. In ancient times, person's wealth was decided based on number of cow he has. There was unique importance of donation of cows in those days. The Courtyards without cows were considered as ominous. Today all over world, including India forget the pride of Gaay Mata and cows are released unattended with utter negligence for wandering here and there. Today, there are many cow shelters and many animal sympathetic activities are going on. But it is not enough to protect the cows. For their protection, rearing and breeding, very large scale planning and magnanimous charity - benefaction is required. In rural as well as urban areas people's awakening is also an extreme necessity. So when humans are not discharging their duties towards cow, how they can liberate themselves from the bondage of indebtedness of Mother Cow?

(4) Vedic Culture

Vedic culture means the priceless legacy of quality prophesied in four Vedas. Bharat varsh (India of ancient times) became very prosperous by following ancient and magnificent Vedic culture. The essence of knowledge, understanding, tenacity, wisdom and farsightedness of saints and sages was absorbed in all four Vedas. Vedic culture educates a person mainly how to gain knowledge, be devotional and to perform any work. Vedic qualities like modesty, consistency, diversity, unity, spirituality make a person an excellent person and he achieves all-round progress. It helps to understand and solve Life's most difficult problems. It is a pity that Humans are forgetting such priceless Heritage of knowledge and wisdom. Hence it is utmost important that humans has to restore these Vedic culture in their life again and liberate themselves from bondage of indebtedness of Vedic culture.

(5) Nature

Nature is the basis of existence for humans, birds, animals and all lives. Sun, Moon, Stars, Planets, earth and its seas, rivers, mountains, climate, vegetation, flowers, fruits, all are existed with some purpose and that's why they have received equal rights to co-exist. Nature is very helpful to each spirit in living life. Therefore, nature has huge debt on humans and all living things. The basic necessity of life like air, water, light and grains- herbals are provided by Nature only. Whenever humans interfere in nature's cycle for sake of their selfishness, they have to face the brunt of nature's fury. Every living life contributes to run nature's cycle properly except humans. For their selfishness and greedy desires, humans are damaging and destroying nature severely. They became absolute blind in greedy desires in such a way that Perhaps they do not realize that they are inviting a great annihilation. Time has come to live life by following law of nature. When we stop further destruction of nature and start to care, protect and breed it, we will liberate ourselves from debt of Nature. If, there would have presence of vedic time sages today, they would have given us life Mantra (sentence): Nature is divine soul and its rearing is our duty.

|| માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના મુખ્ય હેતુઓ તથા મુખ્ય ઉદેશ્ય ||

મુખ્ય હેતુઓ:

  • વિશ્વના ખૂણે ખૂણામાં વસતા મનુષ્ય સુધી માઁનો દિવ્ય સંદેશ (અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો), વૈદિક વિચારધારા, મૂળ ભક્તિ તથા મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પહોંચે એ આ તીર્થયાત્રા ધામનો એક મુખ્ય હેતુ છે. લોકો અંધશ્રદ્ધા છોડી શ્રધ્ધાવાન બને, ઘરને જ મંદિર બનાવે, ઘર પવિત્ર બનતા ઘરમાંની નકારાત્મક શક્તિઓ દૂર થાય, સકારાત્મક શક્તિઓનો સંચાર થાય, જીવનમાંથી આધિ-વ્યાધિ-ઉપાધિ અદ્રશ્ય થતાં શરીર-મન-ચિત્ત-આત્માને સાચી શાંતિનો અનુભવ થાય તથા મનુષ્યને પોતાના ઘરમાં જ સ્વર્ગની અનુભૂતિ થાય એ ધામના આ મુખ્ય હેતુનો અભિન્ન હિસ્સો છે.
  • આ ધામ મૂળ વૈદિક સંસ્કૃતિ અનુસાર જીવન જીવતા શીખવીને માનવને મહામાનવ બનાવવાનો હેતુ સેવે છે, જેથી દરેક પરિવારમાં સંસ્કારોનું સિંચન થતાં વૈદિક સંસ્કૃતિ ફરીથી ઉજાગર થાય.
  • આ ધામ થકી લોકો સાચી સમજણ કેળવીને વ્યકિત પૂજા છોડી શક્તિ પૂજા કરતા થાય અને સાથે જ સત્યના માર્ગે ચાલતા થાય.
  • લોકોને સાચી સમજણ મળે, જેથી કર્મહીનતા છૂટે અને માણસ કર્મવાન બને. એથી એમની સત્કર્મની મૂડીમાં વધારો થાય અને નવો જન્મ ઉચ્ચ કોટિમાં મળે અને એમ ક્રમશ: ગરીબી ક્ષીણ થતી જાય.
  • લોકો પોતાનું કર્તવ્ય નૈતિક રીતે કરે અને ફરજ પ્રામાણિકતાથી બજાવે, જેથી આસપાસનો સમાજ, શહેર, જિલ્લો, રાજ્ય, દેશ અને દુનિયા અનિષ્ટ તત્ત્વોથી મુક્ત બને અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય, આ ધામ એ માટેનું ચાલક બળ બને.
  • દીવાદાંડીસમું આ તિથ યાત્રા ધામ ન્યાત-જાત-પંથના ભેદભાવ વગર જગતને સત્યનો એક નવો રાહ બતાવે છે, જેની પર આગળ વધીને કોઇપણ ભવસાગર પાર (મોક્ષ પ્રાપ્ત) કરી શકે.

મુખ્ય પાંચ ઉદેશ્ય:

શ્રી મહાપાત્રએ માઁ વિશ્વંભરી સાથેના દિવ્ય સંવાદ દરમિયાન માઁને પૂછ્યું કે, મનુષ્યને મોક્ષ કેવી રીતે મળે? મોક્ષ મેળવવા માટે શું કરવું પડે? માઁએ ઉત્તરમાં કહ્યું કે, મનુષ્યને દરેક ઋણના બંધનમાંથી મુક્ત થવું પડે. શ્રી મહાપાત્રે વળતું જ પૂછયું કે હે માઁ, કોના કોના ઋણબંધન માંથી મુક્ત થવું પડે? ત્યારે માઁએ ઉત્તરનો વિસ્તાર કરતાં કહ્યું કે માતા-પિતા, કુળદેવી, ગાયમાતા, વૈદિક સંસ્કૃતિ અને પ્રકૃતિ એ પાંચના ઋણમાંથી મુક્તિ મેળવે તો જ મનુષ્ય મોક્ષને પાત્ર બને છે.

(૧) માતા-પિતા

વૈદિક સંસ્કૃતિ ‘માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ’ના પ્રેરક માનવીય આદર્શને વરેલી છે. દેવ સમાન માતા-પિતાને યોગ્ય આદર-સન્માન આપવાની પ્રત્યેક સંતાનની પ્રાથમિક ફરજ છે. માતા-પિતા સંતાનને અનેક કષ્ટો વેઠી મોટાં કરે છે, ભણાવી-ગણાવી-સંસ્કાર સીંચી જગતમાં ઊભા રહેવાને લાયક બનાવે છે. આ સામે સંતાનો આજે પોતાની ફરજ ચૂકતાં જાય છે. કુટુંબમાં કલેશ વધતો જાય છે અને માતા-પિતા માટેની સંતાનોની ધૃણા વધતી જાય છે. પરિણામે અધૂરાં રહેતાં ઋણબંધનો પૂર્ણ કરવા સગપણ-વૃક્ષના મનુષ્યે ફરીથી અનેક જન્મ લેવાં પડે છે. પ્રત્યેક સંતાન માતા-પિતાને યોગ્ય માન-આદર આપી પોતાની એમના પ્રત્યેની બધી ફરજો પૂરી કરે તો જ એને એમના ઋણમાંથી મુક્તિ મળી શકે.

(૨) કુળદેવી

કુળદેવી એટલે કુળની દેવી. પ્રત્યેક કુટુંબની કુળદેવી તો હોય છે જ. કુળદેવી જે તે કુટુંબના બાળકના જન્મથી માંડીને મુત્યુ પર્યંત સાથ આપે છે તેમજ કર્મ અનુસાર દરેકને ફળ આપે છે. કુળદેવીનું સ્થાન આજે બહુધા ગામ બહાર રહી ગયું છે. કુળદેવી માટેની આસ્થા શુભ પ્રસંગો પૂરતી મર્યાદિત બની છે. એટલે પ્રત્યેક પરિવાર કુળદેવીને ઘરમંદિરમાં યોગ્ય સ્થાન આપી એની આરાધના કરે તો જ તે કુળદેવીના ઋણમાંથી મુક્ત થઈ શકે.

(૩) ગાયમાતા

ગાયમાતા ભારતીય સંસ્કૃતિનું ગૌરવભર્યું પ્રતીક છે. પ્રાચીન કાળમાં માણસની સમૃધ્ધિ એની પાસે કેટલું ગૌધન છે એની પરથી નક્કી થતી હતી. ગૌદાનનું અદકેરું મહત્વ પણ હતું. ગાય વગરનું આંગણું અપશુકનિયાળ ગણાતું હતું. આજે વિશ્વમાં અને ભારતમાં પણ માણસે ગાયમાતાનું ગૌરવ ભૂલી ઘોર ઉપેક્ષા સાથે એને રસ્તે રઝળતી મૂકી દીધી છે. પાંજરાપોળો છે અને જીવદયા પ્રવૃત્તિ પણ ચાલે છે એ છતાં ગાયમાતાનાં રક્ષણ, પાલન-પોષણ અને સંવર્ધન માટે ખૂબ મોટા પાયે નિષ્ઠાભર્યા આયોજન અને ઉદાર દાન-સખાવતની તાતી જરૂર છે. ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં પણ લોકોમાં આ અંગે જાગૃતિની ખૂબ જ જરૂર છે. ગાયમાતા પ્રત્યેની પૂરી ફરજ મનુષ્ય ન બજાવે ત્યાં સુધી એના ઋણમાંથી એ મુક્ત કઈ રીતે બની શકે?

(૪) વૈદિક સંસ્કૃતિ

વૈદિક સંસ્કૃતિ એટલે ચારે વેદમાં પ્રબોધાયેલા ગુણોનો અમૂલ્ય વારસો. પ્રાચીન અને ભવ્ય વૈદિક સંસ્કૃતિ થકી ભારત દેશ અત્યંત સમૃદ્ધ હતો. ઋષિ-મુનિઓનાં જ્ઞાન, સમજણ, ડહાપણ, તપ, દીર્ઘદ્રષ્ટિ અને જગત માટેના હિતચિંતનનો અર્ક ચારે વૈદોમાં ઝીલાયો છે. વૈદિક સંસ્કૃતિ મનુષ્યને મુખ્યત્વે જ્ઞાન, ભક્તિ, કર્મ શીખવે છે. મર્યાદા, સાતત્ય, વૈવિધ્ય, એકતા, આધ્યાત્મિકતા વગેરે વૈદિક ગુણોથી મનુષ્ય મહામાનવ બની શકે છે, સર્વાંગી વિકાસ સાધી શકે છે. જીવનની જટિલમાં જટિલ સમસ્યાને સમજવા- ઉકેલવામાં સહાયભૂત બની શકે એવા આ જ્ઞાન-ડહાપણના મોંઘેરા વારસાને આજનો મનુષ્ય ભૂલતો જાય છે. વૈદિક સંસ્કૃતિને પુન:જાગૃત કરી એ એને જીવનમાં ઉતારે તો એના ઋણમાંથી મુકત થઈ શકે છે.

(૫) પ્રકૃતિ

મનુષ્ય, પશુ-પંખી અને પ્રત્યેક જીવના અસ્તિત્વનો આધાર પ્રકૃતિ છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, પૃથ્વી, એની પરનાં સમુદ્રો, નદી, પર્વતો, આબોહવા, વનસ્પતિ, ફૂલ, ફળ, તમામનું સર્જન સકારણ થયું છે અને એટલે જ દરેકને અસ્તિત્વ ટકાવવાનો સમાન અધિકાર પણ પ્રાપ્ત થયેલો છે. તમામ જીવોને જીવન જીવવામાં પ્રકૃતિ અત્યંત સહાયક છે. એટલે પ્રકૃતિનું પ્રચંડ ઋણ મનુષ્ય અને તમામ જીવો પર છે. જીવનના મુખ્ય આધાર એવા હવા, પાણી, પ્રકાશ અને અનાજ-ઔષધિ પ્રકૃતિ પૂરાં પાડે છે. પરિણામે પ્રકૃતિના આ વિરાટ ચક્રમાં માનવી પોતાની સ્વાર્થબુધ્ધિથી વિક્ષેપ પાડે છે ત્યારે એનાં એકાધિક માઠાં પરિણામો એને ભોગવવાં પડે છે. માણસ સિવાયની તમામ જીવસૃષ્ટિ પ્રકૃતિનાં નીતિ-નિયમોનું પાલન કરે છે, પણ મનુષ્ય પોતાની બુધ્ધિના જોર પર અને લોભવૃત્તિથી પ્રેરાઈને પ્રકૃતિને બહુ ભારે નુકસાન પહોંચાડવા લાગ્યો છે. એને કદાચ ખ્યાલ જ નથી કે પોતે કેટલા પ્રચંડ વિનાશને નોતરી રહ્યો છે. કુદરતના નિયમોને આધીન જીવન જીવવાનો સમય પાકી ગયો છે. પ્રકૃતિનું વધુ ખંડન થતું અટકાવી એનું જતન-સંવર્ધન કરીશું તો જ એના ઋણ બંધનમાંથી મુક્ત થઈ શકીશું. વેદકાળ જેવા ઋષિઓ આજે હોત તો તેઓ નવો જીવનમંત્ર આપત, કે "પ્રકૃતિ જ પરમાત્મા છે, એનું પાલન-પોષણ જ સાચો ધર્મ છે."

|| माँ विश्वंभरी तीर्थयात्रा धाम के मुख्य हेतु एवं उद्देश्य ||

मुख्य हेतु:

  • विश्व के कोने कोने में बसनेवाले मानव मात्र को माँ का संदेश, वैदिक विचारधारा, मूल भक्ति तथा मोक्ष प्राप्ति का मार्ग मिले, यह इस धाम का एक मुख्य हेतु है।
  • लोग अंधश्रद्धा को त्यागकर श्रद्धावान बने, घर को ही मंदिर बनाए, घर पवित्र बनते ही घर की नकारात्मक शक्तियाँ दूर हो जाय, सकरात्मक शक्तियों का संचार हो, जीवन में से आधि-व्याधि-उपाधि अदृश्य होते ही शरीर-मन-चित-आत्मा को सच्ची शांति का अनुभव हो तथा मनुष्य को अपने घर में ही स्वर्ग का अनुभव हो, यह इस धाम के मुख्य हेतु का अभिन्न अंग हे।
  • यह धाम मूल वैदिक संस्कृति के अनुसार जीवन जीना सिखाकर मानव को महामानव बनाने के हेतु को पोषित करता है, जिससे प्रत्येक परिवार में संस्कार का सिंचन होने पर वैदिक संस्कृति फिर से उजागर होगी।
  • इस धाम के माध्यम से लोग सच्ची समज अपनाकर व्यक्ति पूजा को छोड़ शक्ति पूजा की ओर अग्रसर होते जाय।
  • लोगो को सच्ची समज मिले, जिससे कर्महीनता छूट जाय और मानव कर्मवान बने इससे उसकी सत्कर्म की पूंजी में बढ़ोतरी हो और नया जन्म उच्च कोटि में मिले और इस प्रकार गरीबी क्षीण होती जाय।
  • लोग अपना कर्तव्य कर्म नैतिक रूप से और प्रमाणिकपूर्वक अदा करे, जिससेऐसा वातावरण बने की आसपास का समाज, शहर, जिला, राज्य, देश और दुनिया अनिष्ट तत्त्वों से मुक्त हो जाय और समग्र विश्व में शांति स्थापित हो जाय, इस हेतु के लिये यह धाम चालक बल बने ।
  • दीपस्तंभ सदृश यह धाम न्याति-जाती-पंथ(जात पात) के भेदभाव रहित पूरी दुनिया को सत्य की एक नइ राह दिखाता है, जिसके माध्यम से आगे बढ़ते हुए कोई भी भवसागर पार कर सकता हे (मोक्ष पा सकता है)।

मुख्य पांच उद्देश्य:

श्री महापात्र और माँ विश्वंभरी के बीच हुए दिव्य संवाद के दरमियान श्री महापात्र ने माँ से पूछा की मनुष्य को मोक्ष कैसे प्राप्त हो सकता हे? मोक्ष पाने हेतु क्या करना चाहिये? माँ ने उत्तर देते हुए कहा की मनुष्य के लिये प्रत्येक ऋण में से मुक्त हो जाना जरूरी हे। श्री महापात्र ने पुन: पूछा की किस किसके ऋण से मुक्त होना चाहिये माँ? तब माँ ने विस्तारपूर्वक उत्तर देते हुए कहा कि माता-पिता, कुलदेवी, गौमाता, वैदिक संस्कृति, और प्रकृति- इन पांच के ऋण में से मुक्ति प्राप्त करे तो ही मनुष्य मोक्ष पा सकता है।

(१) माता-पिता

वैदिक संस्कृति “मातृदेवो भव-पितृ देवो भव ” के प्रेरक मानवीय आदर्श को धारण किये हुए है। देव तुल्य माता-पिता को योग्य आदर-सन्मान देना प्रत्येक संतान का प्राथमिक कर्तव्य हे। माता-पिता अनेक कष्ट सहनकर संतान को बड़ा करते है, पढ़ा लिखाकर-संस्कार सिचन कर जग में खड़े रहने लायक बनाते हे। जब कि संतान आज अपने कर्तव्य से चूकते जा रहे हे। कुटुंब परिवार में कलेश बढ़ता जा रहा हे एवं माता-पिता के प्रति संतानो में घृणा की भावना बढती जा रही है। परिणाम स्वरूप अधूरे रह गये ऋणबंधन को पूर्ण करने संबन्ध-वृक्ष के मनुष्य को फिर से जन्म लेना पड़ता है। अगर जो प्रत्येक संतान माता-पिता को योग्य मान, सन्मान और आदर देकर अपनी कर्तव्य परायणता द्वारा इनके लिए योग्य सारे कर्तव्य पूर्ण करे तो इनके में से मुक्ति पा सकता है।

(२) कुलदेवी

कुलदेवी अर्थात् कुल की देवी। प्रत्येक कुटुम्ब की कुलदेवी तो होती ही है। कुलदेवी जिस किसी के कुटुम्ब के बालक का जन्म से लेकर मृत्यु पर्यन्त साथ देती हे और कर्मानुसार प्रत्येक को फल प्रदान करती है। कुलदेवी का स्थान आज बहुधा गाँव के बाहर ही रह गया है। कुलदेवी के प्रति आस्था केवल शुभ प्रसंगो तक ही सीमित रह गई है। अत: प्रत्येक परिवार कुलदेवी को अपने घर मंदिर में योग्य स्थान देकर उनकी आराधना करे तो वो कुलदेवी के ऋण में से मुक्त हो सकता है।

(३) गौमाता

गौमाता भारतीय संस्कृति का गौरवपूर्ण प्रतीक है। प्राचीन काल में मनुष्य के पास कितना गोधन है इसके आधार पर उसकी समृध्धि निश्चित की जाती थी। गोदान का अत्यधिक महत्त्व भी था। गाय रहित आँगन अपशुकनवाला माना जाता था। आज विश्व में और भारत में भी व्यक्ति द्वारा गाय की घोर उपेक्षा के फलस्वरूप उसे रास्ते पर भटकने के लिये छोड़ दिया है। गौशालाऍ हैं और जीवदया प्रवृति कार्य भी चल रहे हैं। फिर भी गौमाता की रक्षा, पालन-पोषण और संवर्धन हेतु विशाल पैमाने पर निष्ठापूर्ण आयोजन और उदार दान-सहायता की नितान्त आवश्यकता है। ग्रामीण और शहरी विस्तारो में भी लोगो में इस हेतु जागृति की अत्याधिक आवश्यकता है। गौमाता के प्रति का पूर्ण कर्तव्य मनुष्य नहीं निभाता है तब तक इसके ऋण में से मुक्त कैसे हो सकता है?

(४) वैदिक संस्कृति

वैदिक संस्कृति अर्थात् चारो वेदों में वर्णित गुणों की अमूल्य विरासत। प्राचीन एवं भव्य वैदिक संस्कृति के कारण भारतदेश अत्यन्त समृद्ध था। ऋषि-मुनियों का ज्ञान, समजदारी, होंशियारी, तप, दीर्घदृष्टि एवं विश्व के लिये हितचिंतन का अर्क चारो वेदों में समाविष्ट हे। वैदिक संस्कृति मुख्यतया ज्ञान, कर्म और भक्ति सिखाती है। मर्यादा, सातत्य, विविधता, एकता, आध्यात्मिकता आदि वैदिक गुणों से मनुष्य महामानव बन सकता है। सर्वांगी विकास को प्राप्त कर सकता है। जीवन की जटिल से जटिल समस्या को समजने-सुलजाने में सहायक बन सके ऐसे इस ज्ञान–होंशियारी के अनमोल खजाने को आज का मनुष्य भूलता जा रहा है। वैदिक संस्कृति को पुन: जागृत कर उसे जीवन में उतारे तो मानव इसके ऋण से मुक्ति प्राप्त कर सकता है।

(५) प्रकृति

मनुष्य, पशु-पक्षी और प्राणी प्रत्येक के अस्तित्व का आधार प्रकृति है। सूर्य, चन्द्र, तारा, ग्रह, पृथ्वी उस पर स्थित समुद्र, नदी, पर्वत, जल, वायु , वनस्पति, फुल, फल, सभी का सर्जन सकारण हुआ है और इसीलिये ही प्रत्येक को अपना अस्तित्व टिकाये रखने का अधिकार प्राप्त हुआ है। सभी जीवो को जीवन जीने में प्रकृति सहायक है। इसलिये प्रकृति का प्रचण्ड ऋण मनुष्य एवं सभी जीवो पर है। हवा, पानी, प्रकाश, अनाज, औषधि जेसे पदार्थ जो जीवन का आधार है, प्रकृति हमें पूर्णरूपेण प्रदान करती है। प्रकृति के इस विराट चक्र में जब मानव अपनी स्वार्थ बुद्धि द्वारा विक्षेप डालता है तब उसके एकाधिक ख़राब परिणाम मानव को भुगतने पड़ते है। मानव सिवाय तमाम जीवसृष्टि प्रकृति के नीति-नियमो का पालन करती हे, परन्तु मनुष्य अपनी बुद्धि के बल पर एवं लोभवृत्ति से प्रेरित होकर प्रकृति को भयंकर नुकशान पहुँचाने लग गया है। शायद उसे यह कल्पना ही नहीं है की वो कितने प्रचण्ड विनाश को आमंत्रित कर रहा है। कुदरत के नियमो के आधीन रहकर जीवन जीने का समय अब आ गया है। प्रकृति का और अधिक विनाश रोककर उस का जतन-संवर्धन करेगे तो ही उसके ऋणबन्धन से मुक्त हो सकेंगे। वेदकालीन ऋषि आज यदि होते तो वे नया जीवनमंत्र देते "प्रकृति ही परमात्मा है, इसका पालन-पोषण ही सच्चा धर्म है"।